પડતર પ્રશ્ને અનેક ગામોમાં લાભ પાંચમથી વીજ કર્મચારીઓએ સરકાર સામે કર્યા લડતના મંડાણ કર્યા છે : 20મીથી અચોકસ મુદતની હડતાલ

હરેશ પવાર
સિહોર સહિત જિલ્લા અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં માં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા છે.જેમાં સિહોરના વીજ કર્મચારીઓએ આજે પોતાની ફરજમાં કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જોકે 20મીએથી અચોક્કસ મુદતની હળતાલનું પણ એલાન કરાયું છે.
જીબીઆ અને વિદ્યુત કામદાર સંઘ દ્વારા વખતો વખત વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્ને રાજ્ય સરકારને રજુઆત કરી હતી.પણ સરકારે ઉદાસીન વલણ દાખવતા રાજ્યના વીજ કર્મચારીઓએ દિવાળીના તહેવારોમાં વીજળીની અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે દિવાળી પછી પોતાના પડતર પ્રશ્ને સરકાર સામે લડત નક્કી કરી છે અને તારીખ ૧ થી તબક્કાવાર આંદોલન ચલાવવાનું એલાન કરવામાં આવ્યું હતું.તે મુજબ આજે સિહોરના વીજ કર્મચારીઓએ આખો દિવસ ફરજ બજાવીન કાળી પટ્ટી ધારણ કરી હતી 14એ માસ સીએલ અને તા.20મીએથી અચોકસ મુદતની હળતાલનું એલાન આપવામાં આવ્યું છે.વીજ કર્મચારીઓની હડતાળના એલાનને પગલે સરકાર તેમની સામે નમતું જોખે છે કે કેમ તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here