દેવરાજ બુધેલીયા
સિહોર પંથક સાથે સમગ્ર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ગઈરાતના સમયે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં કડાકા ભડાકા સાથે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.અને મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી સિહોરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. ત્યાર બાજ કડાકા-ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વહેલી સવારે વરસેલા મુશળધાર વરસાદને કારણે ઘરના ફળિયા અને અગાશીમાં સૂતેલા લોકોને દોડાદોડી કરવી પડી હતી. નદી-નાળામાં વરસાદી પાણી વહ્યા હતા. તો કેટલાક રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેમ ઢીંચણ-ગોઠણ સમા પાણી ભરાયા હતા. બાળકો અને યુવાનોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી. પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને સિહોરના જીવસમાં ગૌતમેશ્વરની સપાટી ૨૩.૬ એ પોહચી છે અને તળાવના બારણા સુધી પાણીનો પ્રવાહ પોહચ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here