અમદાવાદના પરિવાર સાથે સસ્તા ભાવે ડોલર આપવાની લાલચે ઠગાઈ થઈ હતી જેની સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી

સમગ્ર મામલે ત્રણ ઝડપાઇ ચુક્યા છે આ ગેંગનો ફરાર વિપુલ પરમાર સોનગઢ વાળાને એસઓજીએ ટાણા ચોકડી પાસેથી ઝડપી લીધો

દેવરાજ બુધેલીયા
સિહોર પંથકમા અમેરીકન ડોલર સસ્તાભાવે આપવાના નામે ઠગાઈ કરતી ગેંગનો ફરાર વિપુલ પરમાર સોનગઢ વાળાને એસઓજીએ ઝડપી લઈને ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના રહેવાસી બળદેવભાઇ મહેરીયાએ સિહોર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવેલ કે 30/11 ના રોજ ઠગ ગેંગના સાગરીતો દ્વારા 20000 અમેરીકન ડોલર રૂપીયા 7 લાખમાં આપવાની લાલચ આપી તેઓને સીહોરમા બોલાવાયા હતા. અને ઠગ ગેંગના લોોકએ તેમને ડોલરના બંડલ બતાવી રૂ.7 લાખ લઇ બદલામા ડોલર આપેલ નહીં.અને નાસી છુટયા હતા જે મામલે અગાઉ એસઓજી ટીમે આકરી તપાસ કરતા મુખ્ય ત્રણ શખ્સ તાલેશ્વર યાદવ ફાગુ યાદવ, લટન ગોપ યાદવ, મુકેશ તળપદા ને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર ઘટનામાં ચાર પૈકી એક ફરાર શખ્સ વિપુલ પરમાર સોનગઢ વાળાને એસઓજી ટીમે બાતમીના આધારે સિહોરની ટાણા ચોકડી પાસેથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી