રજાની મજા માણવા ફરવાલાયક સ્થળ જરૂરી હાલમાં આવેલ બાગ-બગીચા કેટલીક સુવિધાના અભાવે શોભાનાં ગાંઠીયા…

દેવરાજ બુધેલીયા
સિહોરમાં હાલમાં જે સર્કલો બાગ બગીચાઓ છે ત્યાં સુવિધાનો અભાવ હોય લોકો રજાનાં દિવસે હરીફરી શકે, બાળકો આનંદ મેળવી શકે તેવો સુવિધાયુક્ત બગીચો સિહોરની જનતા ઝંખી રહી છે. સિહોરના અનેક વિસ્તારોમાં નગરપાલિકા સંચાલિત બાગ છે. પણ બાગની સુવિધા સાવ અલ્પ છે. રાત્રે કયારેક ફુવારા શરૂ કરવામાં આવે છે. તો કયારેક બંધ હોય છે. સારી કવોલિટીના હીંચકા નથી. પાણી અને સેનીટેશનની સુવિધા નથી. જેને કારણે નગરજનો અહીં આવવાનું ખાસ પસંદ કરતા નથી. અને મોટાભાગના બાગ બગીચા સર્કલો સુવિધા લગભગ શુન્ય સમાન છે. આ સ્થળ સિહોરના છેવાડે આવેલ હોય અને સુવિધાના અભાવને કારણે ત્યાં આવારા તત્વોનો ત્રાસ વધી ગયો છે. આથી ત્યાં પણ લોકો જતાં નથી. અને ત્રીજો બગીચો સુપ્રસિધ્ધ ગૌતમેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલો છે. અહીં દર રવિવારે સમગ્ર જિલ્લાભરમાંથી ભાવિક ભકતજનો મહાદેવના દર્શન અને પોતાના પરિવાર સાથે વીક એન્ડ માણવા આવે છે. પરંતુ આ બગીચો પણ શોભાના ગાંઠિયા સમાન જ હોય લોકો અને ખાસ કરીને બાળકોને અહીં મજા આવતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here