
દેવરાજ બુધેલીયા
આજે વિજયાદશમી નિમિતે ઠેરઠેર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યા હતા.ભાવનગર જીલ્લા ના શીહોર યુનિટ ને ફાળવેલ તમામ હથિયારોનું શસ્ત્રપૂજન હોમગાર્ડઝ જવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, અને ઓન લાઇન નવા કોમ્પ્યુટર સેટ નુ શુભ મુહૂર્ત ઓફીસના ક્લાર્ક શ્રી રાજુભાઈ ડોડીયા અને શ્રી જયવંત સિંહ રાડોડ ના હસ્તે કરવા મા આવ્યુ હતું. શસ્ત્રપૂજન કાર્યક્રમ શીહોર યુનિટના અોફિસર કમાન્ડિગ શ્રી દેવેન્દ્ર સિંહ એન ગોહિલ ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ, જેમાં હોમગાર્ડઝ દળના તમામ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.શ્રી ચામુંડા માતાજી ની આરતી અને સ્તુતિ કરીને શસ્ત્ર પૂજન કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન કરીને તમામ જવાનો પ્રસાદ લઇને કાર્યક્રમ પુર્ણ કરવામાં આવેલ.