
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના અગિયાળી ગામની સીમમાંથી પોલીસે બે શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. સિહોર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રાેલીગમાં રહેલી સિહોર પોલીસે પૂર્વ બાતમીના આધારે સિહોર તાલુકાના અગિયાળી ગામની સીમમાં ધોળાવાળી વાડીના શેઢે વિદેશી દારૂ સાથે લાલજી મણીશંકર જાની (ઉ.વ.૪ર) અને દલપત વશરામ જાની (ઉ.વ.૪પ) રે.બન્ને અગીયાળી તા.સિહોર)ને પ્લાસ્ટીકની બેગમાં રાખેલ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઇ દારૂની બોટલો સાથે જડપી લઇ દારૂની બોટલ એફએસએલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.