મહાનુ સંકટ ટળ્યું, રાત્રીના હળવા ભારે ઝાપટા, પવન ભારે ફૂંકાયો, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત પંથક અને જિલ્લામાં ‘મહા’ વાવાઝોડાની ઈફેક્ટથી વરસતા વરસાદી ઝાપટાએ ખેડૂતોનું મુશ્કેલીઓ વધારી દીધી છે ગઈકાલે રાત્રીના સિહોર અને પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા વાવાઝોડું આફત બનીને ત્રાટકવાનું હતું. પરંતુ ગુજરાત પરથી મહા ઘાત ટળી હોય તેમ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે તેની અસરના ભાગરૂપે વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા છે જેની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી જે ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ રહયા છે અને મહા વાવાઝોડાની અસરથી વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડુંગળી અને ઘાસચારાને નુકશાન થવા પામ્યું હતું. ઓણ સાલ ખેડૂતો માટે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય, સરકાર દ્વારા પાકવીમો અને અન્ય સહાય આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે ખેતરમાં ઉભા પાક એવા કપાસને ઘણું નુકશાન થયું છે. મગફળીનું પાનું પણ ખેડૂતોના ખેતરમાં પડયું હોય તેને પણ નુકશાની થવા પામી હતી. મહા વાવાઝોડાના મારે ખેડૂતો બેહાલ કર્યા છે. ત્યારે કારતક મહિનામાં પણ વરસાદ થયો હોય તેવો ઘણાં લાંબા સમય બાદ લોકોને અનુભવ થયો છે. તેની સાથે હવે ચોમાસુ ક્યારે પુરૂ થશે તેવા સવાલો ખેડૂતોમાં સાંભળવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here