ધીમા પગલે શિયાળાની શરૂઆત થતાં રાતથી વહેલી સવાર સુધી ઠંડા પવનો ફૂંકાતા લોકોને ઠંડીનો અહેસાસ થયો : અવરજવર ઓછી થઇ

દેવરાજ બુધેલીયા
જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને પગલે છેલ્લા બે દિવસથી સમગ્ર સિહોર અને પંથકમાં ધીમે ડગલે શિયાળાની શરૂઆત થઈ છે. અને પારો તાપમાનનો પારો ગગડતા શીત લહેરની અસર જોવા મળી હતી. વહેલી પરોઢના સુમારે ઠંડીનો ચમકારો જોવા મળતા લોકોએ ગરમ કપડાંનો સહારો લેવો પડયો હતો. જો કે ચાલુ વર્ષે કાતિલ ઠંડી નહી પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગત સપ્તાહ દરમ્યાન સમગ્ર સિહોર તાલુકા અને જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે થોડા દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા રાજસ્થાનના મેદાની પ્રદેશ પરથી ઠંડા પવનો ગુજરાત તરફ ફુંકાવાના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો નીચે જવા પામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. વહેલી પરોઢે ફુલગુલાબી ઠંડીના કારણે વાતાવરણ અહ્લાદક લાગી રહ્યું છે. જો કે ઠંડીના કારણે ધીમે-ધીમે ગરમ વસ્ત્રોના વેચાણમાં પણ તેજી આવી રહી છે. વહેલી પરોઢે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઠંડીની શરૂઆત થતાં જ કેટલાક ધરતીપુત્રોએ રવિપાકનું વાવેતર શરૂ કરી દીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here