સિહોર ખાતે સમી સાંજે દલિત અગ્રણીઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાંને ફૂલહાર તેમજ પાલીતાણા ખાતે વિવિધ કાર્યક્રમો

વિશાલ સાગઠીયા.. દેવરાજ બુધેલીયા
૨૬ નવેમ્બર એટલેકે સંવિધાન દિન તરીકે ઉજવવામાં આવે છે ૧૯૪૯ માં ૨૬ નવેમ્બરે ભારત એટલેકે આપડા દેશનું નું સંવિધાન તૈયાર થયું હતું જેના ભાગરૂપે દેશભરમાં સંવિધાનને લઈને અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે સિહોર અને પાલીતાણા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું સિહોર દલિત સમાજના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરાયા હતા અહીં માવજીભાઈ સરવૈયા સહિત અગ્રણીઓ જોડાયા હતા તેમજ પાલીતાણા ખાતે ભીમ બ્રિગેડ યુવા ગ્રામ્ય શહેર થતા ગ્રામ્ય દ્વારા પાલીતાણા ખાતે આવેલ ઓલ ગ્લોબલ સર્વિસ ના સફાય કામદારો તેમજ સ્ટાફ સાથે સંવિધાન દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષક બિપીનભાઈ ચાવડા દ્વારા ભારતીય સંવિધાનની પ્રસ્તાવના અને તેના મૂલ્યોનું વાંચન કરવામાં આવ્યું હતું જેમાં બંધારણની જોગવાયો,મહિલાઓ માટેની કલમો નું માર્ગદર્શન આપ્યું હતું ત્યાર બાદ સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીના જીવન પ્રસંગો ની પુસ્તીકાઓ સફાય કામદાર ભાઈઓ /બહેનો ને વિતરણ કરવામાં આવી હતી જેમાં કિરીટભાઈ સાગઠિયા,મેવાડા જયેશભાઈ સહિતના લોકો જોડાયા હતા જેમાં પાલીતાણા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના અને ઓલ ગ્લોબલ સર્વિસના સ્ટાફના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવેલ