હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
ગુજરાત સરકારે ટ્રાફીકના નિયમનમાં સુધારા વધારા કર્યા બાદ આજથી કાયદો અમલમાં આવ્યો છ ત્યારે નવા નિયમોની શહેરીજનોમાં જાગૃતિ લાવવાના હેતુસર ગઈકાલે સિહોર શહેરના રાજમાર્ગો પરથી હોમગાર્ડ જવાનો બાઇક રેલી નિકળી હતી. આજથી સમગ્ર ગુજરાત સાથે સિહોરમાં પણ ટ્રાફીકના નિયમની જોગવાઇ સાથેનો કાયદો અમલી બન્યો છે. ત્યારે નવી જોગવાઇ મુજબ શહેરભરમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. સોશ્યલ મિડીયામાં પણ હેલ્મેટ છવાયેલું રહેતું જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરીજનોમાં ટ્રાફીક નિયમોની જાગૃતિ લાવવા ગઈકાલે સિહોર શહેર હોમગાર્ડ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી તેમજ સોનગઢ પોલીસ દ્વારા ટ્રાફીકના નવા નિયમોની અંગે લોક જાગ્રૂતિ કેળવવા અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દ્વારા ટ્રાફીક જાગ્રૂતિ અંગે ગઈકાલે સેમિનારનું આયોજન કરાયું છે જેમાં નવા ટ્રાફીક નિયમો તેમજ દંડની જોગવાઈઓ અંગે સમજ આપવામા આવેલ અને ટ્રાફીક નિયમો અંગેની પત્રીકાનુ વિતરણ કરવામા આવેલ હતુ. લોકોને સુચારૂ રીતે નવા નિયમોનો અમલ કરવા ભલામણ કરવામા આવેલ. આ કાર્યક્ર્મમા સોનગઢ તથા ગ્રામ્ય વિસ્તારના આશરે ૧૨૫ જેટલા પ્રજાજનો તેમજ વાહન ડ્રાઈવરો ઉપસ્થિત રહેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here