શંખનાદ કાર્યાલય
તંત્રની ચુપકીદી સામે સવાલો અનેક, હપ્તા વસૂલીની પણ બૂમરાળ, પ્રજાના સ્વાસ્થ્ય સામે ખુલ્લેઆમ ચેડાં, મિલોમાં ધુવાડાથી પ્રજા પરેશાન

સિહોરની આજુબાજુમાં આવેલ જીઆઇડીસી શહેર ફરતે આવેલા વિસ્તારોમાં પ્રદુષણની ફરીયાદ વ્યાપક બની છે મોટી મિલો નાના કારખાનાઓ પ્રદુષણના નામે ઝેર ઓકી રહ્યા છે જોકે તંત્રની હપ્તા વસૂલી સામે પણ બુમો પ્રજામાં ઉઠી છે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડાં ખુલ્લેઆમ થઈ રહ્યા છે અને તંત્રની ચૂપકીદી સામે અનેક સવાલો ઉભા થયા છે નાના પક્ષી પશુઓ પણ પ્રદુષણ અને ધુવાડાના કારણે કાળા પડી ગયા છે ત્યારે પ્રદુષણ ઓકતી ફેકટરીઓ સામે તંત્ર ક્યારે પગલાં લેશે તે મોટો સવાલો છે પોલ્યુશનથી લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલ બન્યું છે.જયારે ઉભા પાકને અને પશુઓને તથા ઝાડને પણ વ્યાપક નુકસાન થઇ રહયું છે.ત્યારે આ પ્રશ્ને તંત્રએ જાગૃત બની નકકર પગલા ભરવા જોઇએ તેવી લોકમાંગ પ્રબળ બની છે સિહોરની જીઆઈડીસી વિસ્તારોમાં અસંખ્ય કારખાનાઓ અને મિલો આવેલા છે સિહોરનો જીઆઇડીસી વિસ્તાર ચારે તરફ વધતો જાય છે એક તરફ ગામડાઓ સાથે ખેતીને પણ નુકશાનકારક બની રહ્યું છે અને બીજી તરફ સિહોર શહેરના કેટલાક રહેણાંકી વિસ્તારો સુધી જીઆઇડીસી વિસ્તાર પથરાઈ રહ્યો છે અને રાત દિવસ ફેકટરીઓ ધમધમી રહી છે શહેરી વિસ્તારમાં પ્રદુષણની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના પાકને પણ વ્યાપક નુકસાન થઇ રહયુ છે.પાક બળી જતો હોય પશુઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.તેમજ ખેતર અને ફાર્મ હાઉસમાં ઉભેલા ઝાડો બળી જઇ ખાક થઇ રહયા છે તો બીજી તરફ સિહોરના મહાગોતમેશ્વર નગર, શર્મા પાર્ક ૧, શર્મા પાર્ક ૨, શર્મા પાર્ક ૩, શર્મા પાર્ક ૪, સત્યમ શિવમ સુંદરમ – બાલાજી નગર, સહિત નવાગામ કનિવાવ સુધી આ ધુમાડા ની અસર જોવા મળે છે અને જેને કારણે લોકોની મુશ્કેલીનો પાર રહ્યો નથી જ્યારે તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે કારણકે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથેના થતા ચેડાંમાં તંત્રના આંખઆડા કાન સામે ઈશ્વર પણ બધું જુવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here