
દેવરાજ બુધેલીયા
શ્રી ક્ષત્રીય કારડીયા રાજપૂત વિકાસ સમિતિ સિહોર શહેર દ્વારા આયોજિત ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવ બંધન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો.આ નવરાત્રિ મહોત્સવમાં કારડીયા રાજપૂત સમાજની માતાઓ બહેનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો..ત્રીજા દિવસ ના કાર્યક્રમની શરૂઆત સિહોરના મહિલા બહેનશ્રી જયશ્રીબા પરમાર અને વિકાસ સમિતિના બહેનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ સમાજના વડીલો અને માતાઓ દ્વારા માતાજી ની આરતી ઉતારી અને પુરા અદબ થી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઇઓ, માતાઓ, બહેનો દ્વારા સ્વછતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ અને વન યુઝ પ્લાસ્ટિક નો ઉપયોજ સદંતર રીતે બંધ કરવાનો સ્વૈચ્છિક સંકલ્પ લેવા માં આવ્યો હતો..આ નવરાત્રી ઉત્સવ માં શહેર અને તાલુકા ના લોકો મોટી સંખ્યામાં સહ-પરિવાર સહિત ઉપસ્થિત રહિયા હતા