એલડી મુનિ ખાતે કાર્યક્રમનું આયોજન, જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા, બાળકોને સન્માનીત કરાયા, ઇનામોથી નવાઝવામાં આવ્યા

યાસીન ગુંદીગરા
પુરા ભારત વર્ષ સાથે ગુજરાતભર માં ભારત ના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના પ્રેરણતા સ્વ. રાજીવગાંધીની જન્મ જયંતી વર્ષ ઉજવાય રહ્યુ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા ની સુચના અનુસાર સિહોર શહેર કોંગ્રેસ સમિતિ આજે ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડની અધ્યક્ષતા મા એલ.ડી.મુની હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ માટે ની સ્વ. રાજીવગાંધી વિષે “સ્વ. રાજીવગાંધી આધુનિક ભારત ના સ્વપ્ન દ્વષ્ટા” વિષય ઉપર એક વકતૃત્વ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિદ્યાર્થીઓ ને ઇનામો થી સન્માનિત પણ કરાવરાવમા આવ્યા હતા આ વકતૃત્વ સ્પર્ધા કાર્યક્રમ માં સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ,સિહોર એજયુકેશન સોસાયટી ના માનદ્ મંત્રી ભરતભાઈ મલુકા, મેહુરભાઇ લવતુકા, કાન્તિભાઈ ચૌહાણ, ધીરૂભાઈ ચૌહાણ,કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાની, કેતનભાઇ જાની, કરીમભાઇ સરવૈયા,ગોકુળભાઇ આલ, પ્રતાપસિંહ મોરી, બાવચંદભાઇ લીંબાણી, કેતનભાઇ મહેતા, દશઁક ગોરડીયા, રફીકભાઈ મંમાણી, રાજભા સરવૈયા, સહિત મોટી સંખ્યામાં જીલ્લા કોંગ્રેસ તેમજ સિહોર શહેર કોંગ્રેસ ના આગેવાનો તથા કાયઁકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા સાથે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા એલ.ડી. મુની હાઇસ્કુલ ના આચાર્ય અને શિક્ષકગણ નો આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here