
હરેશ પવાર
આજરોજ સિહોર ન્યાયાલય કોર્ટ ખાતે જીલ્લા કાનુની સેવા સતા મંડળ ભાવનગરની સુચના મુજબ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે જેમાં સિહોર નામદાર એડી.સિવિલ જજ સાહેબ શ્રી ઓ.એલ.પઠાણ સાહેબ સિહોર કોર્ટના સ્ટાફ સાથે વકિલ મિત્રો પેરાલીગલ સભ્યો અન્ય પક્ષકારો ઉપસ્થિત રહેલ જેમાં સિહોર બાર નાં સિનિયર એડવોકેટ શ્રી આર.ડી.જાની દ્રારા ભારતીય બંધારણ નાં આમુખ નું વાંચન કરવામાં આવેલ અને તે અંગે સમજુતી આપવામાં આવેલ સિહોર કોર્ટના સરકારી વકિલ શ્રી એચ.જી.રાઠોડ સાહેબ તથા સિહોર બારનાં વિધ્ધાન વકિલ શ્રી કે.જી.પંડયા તથા બારનાં પ્રમુખશ્રી કે.એચ.રાઠોડ દ્રારા ઉપરોક્ત દિવસની ઉજવણી બંધારણી બાબતે સમજુતી આપવામાં આવેલ.