સિહોર ના ટાણા રોડ પર આવેલું છે જીલ્લાનું સૌથી મોટું ફાયરીંગ બટ, ફાયરીંગ બટ ની ગોળીઓ હવે લોકોના ઘરની છત વીંધી ઘરમાં ઘુસી રહી છે.

સ્થાનિકોમાં ભય ફેલાતા સિહોર પોલીસ મથકે કરી રજૂઆત, પોલીસ વિભાગ દોડી ગયો, સ્થાનિક રહીશોના બાળકો ઘરની બહાર રમતા સમયે સર્જાય શકે છે દુર્ઘટના.

દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે ટાણા રોડ પર આવેલા ફાયરીંગ બટ ની ગોળીઓ આસપાસના રહીશોના મકાનોની છત વીંધી ઘરોમાં ઘુસી રહી છે. જેને લઇ આ ફાયરીંગ બટ ની આજુબાજુ માં રહેતા રહીશો માં ભય ફેલાયો છે અને ક્યારેક કોઈ અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે અને સિહોર પોલીસ મથકે આ બાબતે કોઈ તકેદારી રાખવા અંગેની કાર્યવાહી કરવા લેખિત રજૂઆતો થઈ છે ભાવનગર જિલ્લાનું સૌથી મોટું ફાયરીંગ બટ સિહોરના ટાણા રોડ પર આવેલું છે. જ્યાં લગભગ કોઈને કોઈ બટાલિયન ફાયરીંગ ની પ્રેકટીસ કરતા હોય છે. આ ફાયરીંગ બટ કે જે સિહોરના રહેણાકીય વિસ્તાર ની નજીક આવેલું હોય અને જે ખુબજ વિશાળ ક્ષેત્રફળ ધરાવતું હોય ત્યારે આ ફાયરીંગ બટ માં પ્રેકટીસ દરમ્યાન ચાલતી ગોળીઓ ને હવે જાણે કે આ વિસ્તાર ટુંકો પડી રહ્યો હોય તેમ ગોળીઓ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોની છત વીંધી ઘરમાં ઘુસી રહી છે. જેને લઇ સ્થાનિકો માં ભય ફેલાતા અને તેમના બાળકો ઘરની આજુબાજુ રમતા હોય ત્યારે કોઈ અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે અને જે મામલે સિહોર પોલીસ ને આ બાબતે લેખિત રજૂઆત કરી તેમાં જરૂરી ફેરફાર સાથેની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દ્રશ્યોમાં ગોળીઓ અને ખાલી કારતુસો ના ટુકડા મોટી સંખ્યામાં જોઈ શકાય છે તેમ જ છત પણ વિંધાયેલી નજરે પડે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તો ભય મુક્ત વાતાવરણ નું નિર્માણ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here