નાયબ કલેકટર અધિકારીશ્રી ગોકલાણીની વિશેષ ઉપસ્થિતથી માં કાર્યક્રમનું આયોજન

હરેશ પવાર
આજરોજ શાળા-આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું ઉદ્દધાટન પ્રા.શાળા નં.૩ સિહોર સુખનાથ વિસ્તાર ખાતે કરવામાં આવ્યું આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી શૈલેષ ગોકલાણી સાહેબ (એસ.ડી.એમ સિહોર) ટી.ડી.ઓ સિહોર શ્રી જી.જી.ગોહિલ સાહેબ,પી.આઈ. શ્રી ગોહિલ સાહેબ,ટી.પી.ઈ.ઓ શ્રી મતી લીનાબેન શાળાના આચાર્ય શ્રી નથુભાઈ મકવાણા તથા અર્બન હેલ્થ સેન્ટર ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર શ્રી ડો.વિજય કામળિયાએ ડો.પુજાબા ગોહિલ દ્રારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું મહેમાનોના સ્વાગત બાદ આચાર્ય શ્રી દ્રારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું ડો.વિજય કામળિયા દ્રારા શાળા આરોગ્ય કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી ડો.પુજાબા ગોહિલ દ્રારા શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત મળેલ સફળતાઅ અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ જન્મમત બધિર બાળકના સફળ ઓપરેશન અંગે માહિતગાર કરવામાં આવ્યા સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ મીતાબેન દ્રારા મેલેરિયા, ડેંગ્યુ વિશે માહિતી તેને અટકાવવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી આ ઉપરાંત હાથ ધોવાની પધ્ધતિ નું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. આ ઉપરાંત ટી.ડી.ઓ સાહેબશ્રી,પી.આઈ સાહેબ શ્રી, અનિલભાઈ મહેતા, દ્રારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ અંને વિનોદભાઈ બારૈયા બી.આર.સી સિહોર દ્રારા આભાર વિધિ કરાયેલ અઃ કાર્યક્રમ ને સફળ બનાવવા આચાર્યશ્રી નથુભાઈ મકવાણા તથા સવેઁ સ્ટાફ -અર્બન હેલ્થ સેન્ટર સિહોર દ્રારા જહેમત ઉઠાવી હતી.