
હરેશ પવાર
આદ્યશક્તિ માં જગદંબા નવરાત્રી પર્વની આપણી પરંપરા જળવાય રહે તેવા હેતુ થી આજે સિહોર ના બંધન પાર્ટી પ્લોટ ખાતે ગોપીનાથજી કોલેજ દ્વારા ભવ્ય આયોજન થયુ જેમાં બહોળી સંખ્યામાં કૉલેજ ની વિદ્યાર્થીનિઓ ભાગ લીધો હતો..આ સાથે યુવક મહોત્સવ ભાગ લીધેલ વિદ્યાર્થીની ઓ ને સંસ્થા ના ચેરમેનશ્રી રમેશભાઈ રાઠોડ તેમજ પત્રકાર અને સામાજીક કાર્યકર હરીશભાઇ પવાર દ્વારા પ્રમાણપત્રો નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં આરતી ડેકોરેશન સ્પર્ધા પત્ર યોજવામાં આવી હતી ડી.જે ના તાલ સાથે બહેનો દ્વારા વિવિધ પોશાક .સાફા માં અને સંગીત ના તાલ થી બહેનો કોલેજ સ્ટાફ પણ જોડાયા હતા. તેમજ યુવક મહોત્સવ માં ગોપીનાથજી કોલેજ ની વિદ્યાર્થીની ઓ વિવિધ સ્પર્ધાત્મક માં ટોચ સ્થાને પહોંચી સંસ્થા નું નામ રોશન કરવામાં આવ્યું હતું..અને કૉલેજ દ્વારા વિદ્યાર્થીની ઓ નું સન્માનિત કરવામાં આવેલ..અને સ્વાદિષ્ટ નાસ્તા નું પણ આયોજન થયેલ આભાર વિધિ ગોપીનાથજી કોલેજના પ્રિન્સીપાલ યોગેશભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ..