તરસશીંગડા વિસ્તારના કાંઠા પર આવેલ ગૌતમેશ્વર તળાવના પાળાને અડધી રાત્રે નુકશાન કરી તોડી પડાયો, લોકોમાં ચોમેર રોષ, આવારા તત્વો સામે કાર્યવાહીની માંગ

પાળો તૂટવાની ચર્ચાઓ ગઈકાલ સાંજથી જ હતી, સ્થાનિકોએ આગેવાનોને જાણ પણ કરી હતી, પરંતુ કોઈએ તસ્દી ન લીધી, આખરે રાત્રે પાળાને તોડી પડાયો

સ્થાનીક લોકોએ શંખનાદ સંચાલન મિલન કુવાડિયાને જાણ કરાતા સૌ પ્રથમ ઘટના સ્થળે પોહચી ઘટનાના ભીતરી વિગતો મેળવી અને સબંધિત અધિકારીઓને જાણ કરી, બાદમાં ઉચ્ચસ્તરે થી આદેશો છૂટ્યા અને તંત્ર દોડતું થયું

દેવરાજ બુધેલીયા
સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીઓનો પાર નથી ત્યારે ગઈકાલ રાત્રીથી એક દુઃખદ સમાચારો વહેતા થતા લોકોમાં રોષ ફેલાયો છે અસામાજીક તત્વો દ્વારા ગૌતમેશ્વર તળાવનો પાળો તોડી પાડવાના કારણે તળાવની સપાટી ૨ ફૂટ જેટલી ઓછી થતા લાખ્ખો લીટર પાણીનો વેફડાટ થયો છે તરસશીંગડા કાંઠે આવેલ ગૌતમેશ્વર તળાવના પાળાને ગઈ મોડી રાત્રીના અસામાજિક તત્વો દ્વારા તોડી પાડીને નુકશાન કરાતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે જોકે પ્રાથમિક માહિતી એવી પણ છે કે ગઇકાલ સાંજથી કરકોલિયા વિસ્તારમાં આવેલ ગૌતમેશ્વર તળાવનો પાળો તોડી પાડવાની ચર્ચાઓ વહેતી થઈ હતી એવી પણ માહિતીઓ મળી રહી છે ગઈકાલ સાંજથી સબંધિત અધિકારીઓ અને આગેવાનોને સ્થાનિક લોકો દ્વારા જાણ કરીને પાળો તૂટવાની દહેશત વ્યક્ત કરી હતી જોકે કોઈએ તસ્દી ન લેતા આખરે ગઈકાલ મોડીરાત્રીના અસામાજીક તત્વો દ્વારા ગૌતમેશ્વર તળાવના પાળાને નુકશાન કરીને તોડી પડાતા લાખ્ખો લીટર પાણી વેડફાઈ ગયું હતું આખરે આજે સવારે સ્થાનિક લોકોએ શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાને ઘટનાની જાણ કરી હતી ત્યારે કુવાડિયા સ્થળ પર પોહચી ઘટનાની ભીતરી વિગતો મેળવી સબંધિત અધિકારી તંત્રને જાણ કરી હતી જોકે આખરે તંત્ર વિભાગ અને આગેવાનો દોડી જઇ તોડાએલ ગૌતમેશ્વરના પાળાની મરામત હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તંત્રને આજુબાજુના સાથે બે ચાર ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા પણ મદદ કરીને પાળાની મરામત કરવાની કામગિરીમાં સહકાર અપાયો હતો અને બનાવને લઈ સિહોર પોલીસ પણ દોડી ગઈ હતી અને શહેરના એક વર્ગના લોકોમાં પાળાને નુકશાન કરનાર આવરાતત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here