પવિત્ર ગૌતમી બની દૂષિત, નાયબ કલેકટરશ્રી ગોકલાણીની સૂચનાથી પ્રદુષણ અધિકારી ઉપાધ્યાય અને ટીમે સ્થળ વિઝીટ કરી અને પાણીના સેમ્પલ લીધા,

અમારા સહયોગી દેવરાજનું કહેવું છે કે પ્રદુષણ અધિકારીશ્રી ઉપાધ્યાયયે ચિફઓફિસર અને નગરપાલિકા તંત્રને ગૌતમી નદીની સફાઈ અંગે તાકીદ કરી

દેવરાજ બુધેલીયા
સિહોરની પવિત્ર ગૌતમી નદી અપવિત્ર બની છે અને ગટરના પાણી અને ગંદવાડાના કારણે દૂષિત થવા પામી છે જેના કારણે પ્રદૂષણ અધિકારીશ્રી ઉપાધ્યાયે નગરપાલિકા તંત્રને સાફસફાઈ અંગેની તાકીદ કરી છે પવિત્ર ગૌતમીનદીમાં છેલ્લા બે દિવસથી અકળ કારણોસર હજારોની સંખ્યામાં માછલાઓ મોતને ભેટ્યા છે અને મોટા પ્રમાણમાં હજુ પણ માછલાંઓ મરી રહ્યા છે જેના કારણે સ્થાનિક રહીશોને ભયંકર દુર્ગંધના કારણે રહેવું મુશ્કેલ બન્યું છે ઘટનાને લઈ પ્રજાભિમુખ માનવામાં આવતા અધિકારી નાયબ કલેકટરશ્રી એ ઘટનાને ગંભીરતા સમજી નોંધ લઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તંત્રને તાકીદ કરીને સ્થળ તપાસ અને વિઝીટ માટેની સૂચનાઓ આપવામાં આવતા જેના પગલે આજે સાંજના સમયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી ઉપાધ્યાય અને ટિમ સ્થળ પર પોહચ્યા હતા સિહોરની ટાણા ચોકડી વિસ્તારથી લઈ ગૌતમેશ્વર વોટર વર્ક્સ સુધી ગૌતમી નદીની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી બરાડ અને પાણી પુરવઠાના દેહુરભાઈ પણ જોડાયા હતા સ્થળ તપાસ અને વિઝીટ દરમિયાન અમારા સહયોગી દેવરાજ બુધેલીયાની કહેવું છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી ઉપાધ્યાયે નદીમાં ગટરનું પાણી ગંદવાળો સહિત બાબતોની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને સફસફાઇ બાબતે નગરપાલિકા વિભાગને તાકીદ પણ કરી છે હાલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી તંત્રએ પાણીના સેમ્પલો લીધા છે જેમની તપાસ બાદ માછલાઓ કઈ રીતે મરી રહ્યા છે જેનું ચોક્કસ કારણ બહાર આવશે ત્યારે નાયબ કલેકટરશ્રી ગોકલાણીની સૂચનાથી પોલ્યુશન બોર્ટ તંત્રએ હાલ સ્થળ વિઝીટ કરીને પાણીના સેમ્પલો લેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here