
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં હવે આ સીઝનમાં એક સારા વરસાદે સારા સમાચાર મળશે અને વર્ષો જૂની સમસ્યાથી પીડાતી આ ગામની પ્રજાની મુશ્કેલી ઓછી થશે ગામની મુખ્ય સમસ્યા પાણી..વર્ષોથી પેચીદો પ્રશ્ન..પરંતુ આ વખતે કુદરત ગજ્જબ-ગજ્જબ મહેરબાન થયો છે.. અને પૂરતો વરસાદ થયો છે..ગામના એક લાખની વસ્તીના જીવ હ્રદયસમાં તળાવમાં નવાનીરની આવક પુષ્કળ થઈ હાલ તલાવની સપાટી ૨૫ ફૂટે પોહચવા આવી છે ઓવરફ્લોમાં હજુ ત્રણ ફૂટ પાણી આવકની જરૂરી છે પાણી બારણાં સુધી પોહચ્યું છે હવે પછી આ ચોમાસાની સીઝનમાં એકાદ સારો વરસાદ શહેર માટે એક સારા સમાચાર લઈને આવે અને ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થાય તેવું શહેરની જનતા લોકો ઇચ્છિ રહ્યા છે