ગઈકાલે ત્રણ નગરસેવકો બાદ આજે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી અને વિક્રમ નકુમ મીડિયા સામે ખુલ્લીને બહાર આવ્યા, અમે આજે રૂબરૂ સ્થળ મુલાકાત લીધી, કોઈ ભષ્ટાચાર થયો નથી ટેન્ડરો બહાર પડ્યા નથી, ખોટી વાતો છે, લોકોને ભરમાવવાનું કામ આ નગરસેવકોનું છે

દેવરાજ બુધેલીયા
ગઈકાલે સિહોર નગરપાલિકાના ત્રણ નગરસેવક દીપશંગભાઈ ડાયાભાઈ અને મુકેશ જાની દ્વારા મીડિયાની સામે બળાપો કાઢીને તળાવના બારણાઓના રીપેરીંગમાં ભષ્ટાચાર થયો છે અને બિલો બન્યા છે અને એક એવી પણ વાત હતી કે તળાવ નહિ ભરાવવા દેવાનો કારસો રચાઈ રહ્યો છે એ તમામ આક્ષેપો વચ્ચે આજે બીજા દિવસે સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી અને વિક્રમ નકુમ મીડિયા સામે ખુલ્લીને બહાર આવ્યા છે અને કહ્યું છે કે ગઈકાલના જે નગરપાલિકા નગરસેવકોના આક્ષેપોના અહેવાલો હતા સદંતર પાયા વિહોળા છે જે શહેરના લોકોને આ નગરસેવકો દ્વારા ભરમાવવાની વાત હતી આ મામલે વિક્રમ નકુમનું કહેવું છે કે અમે આજે નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યોએ તળાવની મુલાકાત લીધી હતી સ્થળ પર જઈને હકીકત જાણી કે સાચું શુ છે..તળાવના દરેક દરવાજે અમે આંટો માર્યો છે નગરપાલિકા દ્વારા થોડું ઘણું જે કામ કરવામાં આવ્યું તે ગ્રીસ અને ઓઇલિંગ..એ રુટિંગ કામ કરવામાં આવ્યું છે અને જે દર વર્ષે થતું હોય છે બાકી જેમાં આ બાબતે કોઈ ટેન્ડર બહાર પડાયું હોઈ કે ભષ્ટાચાર થયો હોય તેવી કોઈ વાત નથી અને આ બધી ખોટી વાતો છે અમે રૂબરૂ ટોટલ દરવાજાઓ પર ચાલતા તમામ સભ્યોએ આંટો મારીને કોઈ જગ્યાએ દરવાજાઓ લીકેજ નથી જોકે થોડું પાણી જતું હશે તો દરવાજામાં રહેલી તિરાડો માંથી જતું હશે બાકી ગઈકાલના જે આક્ષેપો છે તે તદ્દન પાયા વિહોળા છે અને લોકોને ગેરમાર્ગે દોરવનારા છે તેવું જણાવ્યું હતું ત્યારે આ મામલો આજે બીજા દિવસે સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો