તળાવનું પાણી..વેડફાટ કે બગાડનું કૃત્ય કરનાર સામે નગરપાલિકા તંત્ર આકરું બન્યું, તળાવના મુદ્દે આજે નગરસેવકોની બેઠક મળી, જેમાં સૌની શહેર સાથે લાગણી દેખાઈ, શહેરનું પાણી શહેરને મળે તેમાં સૌનો રાજીપો..

દેવરાજ બુધેલીયા
સિહોર ગૌતમેશ્વર તળાવ છ વર્ષ બાદ ભરાયું છે અને ૪૮ કલાકના સમયમાં બે વખત ઓવરફ્લો થતા લોકોમાં રીતસર રાજીપો દેખાઈ આવે છે બે દિવસ પહેલા તળાવ ભરાયા બાદ રાત્રીના સમયે તરશીગડા નજીક પાળો તૂટ્યો હતો પાણી વેડફાઈ ગયું હતું જેના કારણે ભારે હોહા મચી હતી અને ત્યાર બાદ બપોરના સમયે સિહોરના સુરકા ગામના સરપંચ સહિત લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવી ગૌતમેશ્વર તળાવનું વધારાનું પાણી સુરકા તળાવમાં ઠાલવવામાં આવે તેવી માંગ કરી હતી ઉચ્ચસ્તરની રજુઆત બાદ આજે સિહોર નગરપાલિકા ખાતે બપોરના સમયે એક બેઠક મળી હોવાના સમાચારો મળી રહ્યા છે અને જેમાં જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી આ મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જોકે આખરે શહેરનું પાણી શહેરમાં રાખવા અને શહેરના લોકો સુખ શાંતિથી વાપરી શકે તે વાતમાં સૌએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને તળાવ ખાતે પૂરતો બંદોબસ્ત મુકવાની માંગણી અહીં ઉઠી હતી ત્યારે સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું છે કે છ વર્ષ બાદ ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે અને ફૂલ સપાટીએ ભરાયું છે તળાવના ગેટ છે આજુબાજુ પાળાઓ આવેલા છે લોકો ગેરકાયદેસર પ્રવેશ કરીને ગેટ ખોલતા હોઈ છે પાળાને પણ ઘણી વખત નુકશાન કરતા હોય છે ત્યારે નગરપાલિકા તંત્ર આકરું બન્યું છે પોતાના હિત ખાતર તળાવને કોઈ પણ પ્રકારના નુકશાન કરનાર સામે ફોજદારી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તળાવ ખાતે ચોકીદારની વ્યવસ્થા કરવામાં આવશે રાત્રી દરમિયાન પોલીસ પણ પેટ્રોલીંગ કરશે તેવું ચીફ ઓફિસર બરાડે જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here