
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ગૌતમેશ્વર તળાવ છેલ્લા છ વર્ષ પછી ઓવરફ્લો થયું છે ગઈકાલે ઉપવાસ ભારે વરસાદના કારણે તળાવની સપાટીમાં એકદમ વધારો થયો હતો અને જેના કારણે તળાવ છ વર્ષ પછી ઓવરફ્લો થયું છે હવે ઓવરફ્લો બાદ વધારાનું પાણી સિહોર નજીકના મોટા સુરકા ગામે આવેલ તળાવમાં ઠાલવવા માટેની માંગ ઉઠી છે હજુ છ વર્ષ બાદ ગઈકાલે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે અને આજે બીજા દિવસે મોટા સુરકા સરપંચ ગોકુળભાઈ જોટાણા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સૌ પ્રથમ પોલીસ મથક અને ત્યાર બાદ મામલતદાર કચેરી ખાતે દોડી જઇ સુરકાનું તળાવ ભરવા માટેની રજુઆત કરી છે સરપંચનું કહેવું છે કે ગૌતમેશ્વર તળાવ ભરાયું છે જેનું વધારાનું પાણી તરશીગડા થઈ મેં મોટાસુરકાનું તળાવ ભરવામાં આવે અને જેના કારણે અન્ય ગામોને ફાયદો થઈ શકે છે જેથી તળાવ ભરવાની માંગ કરીને મામલતદાર કચેરી ખાતે રજુઆત કરી છે