વર્ષો પછી ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થશે, પ્રમુખ દીપ્તિબેન સાથે સીધી વાત, સાંજના સમયે પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ છે, તંત્ર સાબદું થયું છે, નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરના જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ હવે ઓવરફ્લો થવાની તૈયારીઓમાં છે આ વર્ષે કુદરત મહેરબાન થયો છે સિહોર શહેરનું ગૌતમેશ્વર તળાવ વર્ષો પછી ભરાવવાની તૈયારીઓમાં છે આજે સિહોર શહેર સહિત પંથકના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ગૌતમેશ્વર તળાવમાં નવાનીર આવ્યા છે અગાઉ ૨૬ ફૂટે પોહચેલી તળાવની સપાટી હાલ આ લખાઈ છે ત્યારે ૨૬ ને પાર થઈ ને આજુબાજુ પોહચી હોવાના આધારભૂત સૂત્રો કહી રહ્યા છે આ અંગે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીનો શંખનાદ દ્વારા સંપર્ક કરાયો હતો જેઓએ પણ ગૌતમેશ્વર તળાવની સપાટી ૨૬ ફૂટને વટાવી છે હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને તંત્ર દ્વારા પણ આજુબાજુ નીચાણવાળા વિસ્તારોને એલર્ડ કરાયા છે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાથી તંત્ર પણ સાબદુ બનીને એલર્ટ મોડમાં આવી ગયું છે જ્યારે રાત્રીમાં સમયે ગૌતમેશ્વર તળાવ આજુબાજુ વિસ્તારોમાં ન જવા માટે તંત્ર દ્વારા પણ સુચનાઓ અપાઈ છે સિહોર અને આજુબાજુ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાઓથી ગૌતમેશ્વર તળાવમાં નવાનીરની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ છે કદાચ રાત્રી દરમિયાન ગૌતમી નદીના બારણાંઓ ખોલવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે અને સાવચેતીના ભાગરૂપે તંત્રએ લોકોને ગૌતમી નદીના કાંઠા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here