દીપાભાઇએ આક્રોશ સાથે કહ્યું તંત્રના ભષ્ટ વહીવટના કારણે લાખ્ખો ગેલન પાણી વેડફાઈ ગયું, શહેર માટે આ હડકંપ અને ધરતીકંપ છે..નગરપાલિકાની વિશ્વસનીયતા તૂટી ગઈ છે તેવું પણ કહ્યું છે…બાબત સાધારણ નથી
મુકેશ જાનીએ કહ્યું સત્તામાં બેઠેલા લોકોની નીતિ ખરાબ છે ભષ્ટ શાશસકોના કારણે આ ઘટના બની છે..ભષ્ટ નેતાઓને હવે પદભષ્ટ કરો..લોકોને જાગૃત થવા આહવાન

દેવરાજ બુધેલીયા
સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયા પછી તૂટેલા પાળા મુદ્દે છેલ્લા ચારેક દિવસથી થતી ચર્ચાઓ સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે ગૌતમેશ્વર તળાવને લઈ શનિવારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા જણાવ્યા બાદ આજે સોમવારે સિહોર નગરપાલિકાના બે નગરસેવકો દીપાભાઈ રાઠોડ અને મુકેશ જાની મેદાને પડ્યા છે અને નગરપાલિકાના વહીવટ સામેની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉઠાવીને રોષ વ્યકત કર્યો છે મુકેશ જાનીનું કહેવું છે નગરપાલિકાનો નિર્ણય હાસ્યાસ્પદ છે જ્યારે પાળો તૂટવાની બીના બની તે એક દિવસ અગાઉ નગરપાલિકાના જાગૃત નાગરિક અને નગરસેવક દીપાભાઈ તંત્રને જાણ કરે છે કે મારા પાસે ચોક્કસ માહિતી છે કે આજે રાત્રે તળાવનો પાળો તૂટવાનો છે એમની તકેદારી લ્યો..ત્યારે ન તો પ્રમુખે ફોન ઉપાડ્યો..અને ન તો..ચીફ ઓફિસરે સમગ્ર ઘટનાની જાણ કરી હોવા છતાં તકેદારી લીધી… તેજ બતાવે છે કે સત્તામાં બેઠેલા શાસકો ભષ્ટ છે તેમની નીતિ ખરાબ હતી જે ઘટના બની છે તેના જવાબદાર હાલના શાસકો છે પ્રજાને મૂર્ખ સમજે છે.. ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાની વાત છે..પ્રજા તમને ઓળખી ગઈ છે તેવું મુકેશ જાનીનું કહેવું છે જ્યારે દીપાભાઈનું કહેવુ છે કે સિહોર ગૌતમેશ્વર તળાવમાં હાલ ઈશ્વરની અસીમ કૃપાથી શહેરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં વિશાળ પ્રમાણમાં પાણી આવ્યું પણ તંત્રની બેદરકારી..તંત્રની ઘોર અપેક્ષા..તંત્રનો ભષ્ટ વહીવટ…ના કારણે આ પાણીનો વેડફાટ લાખ્ખો ગેલનમાં થયો છે આના માટે કોણ જવાબદાર.? જે બારણાઓ પ્રિમોન્સૂન કામગીરીમાં રીપેરીંગ થતા હતા તે રીપેરીંગ ન કરીને ઉપરનું ચાર પાંચ ફૂટ પાણી જે છે વેડફાય ગયું છે જે મારા અનુભવ પ્રમાણે છ માસનું પાણી કહેવાઈ.. ઉપરનું પાણી લિકેજમાંથી જાય છે.. જ્યારે ઊપરની આવક બંધ થયા પછી અને બારણાંને પાણી ટચ પાણી નહિ થાય ત્યાં તળાવની સપાટી ૨૦..૨૨ ફૂટ થવાની શકયતા દેખાઈ છે ત્યારે હું માનું છે ત્યારે એક વર્ષનું પાણી વેડફાઈ ચૂક્યું હશે ગંભીર બેદરકારી અને તંત્ર પણ મૌન..દુઃખ સાથે કહેવું કહીશ કે જે ગૌતમી નદી ગૌતમેશ્વર મહાદેવના ચરણ સ્પર્શ કરીને ગામની માતા તરીકે શહેરની જનતાની સેવા કરતી હોય એ નદીના પાણીના પાળાને કેટલાક લોકોએ નુકશાન કર્યું જે..એક હડકંપ કહેવાઈ ધરતીકંપ કહેવાઈ એક આંચકો કહેવાઈ..જે નગરપાલિકા અને સમગ્ર તંત્ર માટે શરમજનક છે..જે મામલે મેં અગાઉ પણ રજુઆત કરેલી પણ તંત્રએ ધ્યાન ન આપ્યું..અને એજ રાત્રે પાળો તૂટ્યો હતો..અને પછી ઘોડા તબેલા માંથી છૂટી જાય અને પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે.. અને કેટલાંક એવું બોલે છે તળાવમાં ભંગાળ થયું છે..ત્યારે હું દુઃખ સાથે કહીશ કે નગરપાલિકાને નુકશાન કરનાર ઇસમોને છાવરી રહ્યા છે..જે શહેર માટે મોટામાં મોટી દુઃખદ બીના કહેવાઈ..ત્યારે શંકાના દાયરામાં બધા જ હોઈ તેવું લાગે છે..સિહોર નગરપાલિકાની વિશ્વસનીયતા તૂટી ગઈ તું લાગે છે..તળાવના પાળાને નુકશાન કરવું તે અતિ ઘાતક રૂપ ગણી શકાય..પાળાને નુકશાન કરનાર સામે આકરી કાર્યવાહી કરીને તપાસ સીઆઇડી ક્રાઇમને અથવા સીબીઆઈને સોંપવાની માંગ દીપાભાઈએ કરી છે