પ્રમુખ જયદીપસિંહે કહ્યું અંધેર તંત્ર અને ગંડુ રાજા જેવું શાસન નગર પાલિકાનું.. જે પાણી વેડફાયું તેમાં તંત્ર જવાબદાર..જયદીપસિંહે કહ્યું નગરસેવક દીપશંગભાઈએ પાળા મુદ્દે ધ્યાન દોર્યું છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું..જવાબદારો સામે કાર્યવાહી કરોની કોંગ્રેસની માંગ..

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં પાણીની સમસ્યા ખુબ જ ગંભીર હતી અગાઉ વર્ષોથી વારંવાર બેડાના ઝુલુસ નિકળતા અને શાસકોની અણઆવડત, લાપરવાહી છતી થતી રહી..જોકે છ છ વર્ષના સમય બાદ કુદરત મહેરબાન થયો અને સિહોરનું તળાવ ભરાવવા ની ઉમ્મીદ જાગી..કુદરતની મહેરબાનીથી વરસાદ સારો થયો..અને તળાવ છલક સપાટીએ પોહચ્યું ત્યારે સિહોર શહેરની પ્રજામાં હરખની લાગણી જોવા મળે છે પરંતુ નગરપાલિકા ના શાસકોને કોઈ દરકાર પરવા ન લીધી..તળાવ ના દરવાજા ને રીપેર કરી સજ્જ રહે…તેમણે તો ફક્ત ગ્રીસીંગ કરી કામગીરી દેખાડી સંતોષ માની લીધો પરિણામે..સિહોર શહેર ની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ ના દરવાજા ની તિરાડો માથી પાણી લીકેજ રહ્યુ અને સિહોર ને અંદાજીત ત્રણ માસ સુધી પુરૂ પડે એટલુ જતુ રહે છે બે બે વાર તળાવ છલકાયા છતા સિહોર નગરજનો ને પાણી ની સમસ્યા ઠેર ની ઠેર સિહોરજનો ને તળાવ છલકાયા નો આનંદ કકડભૂસ માટે આ નગરપાલિકા ના શાસકો ની લાપરવાહી ને લઇને સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ ની અધ્યક્ષતામા આજે નાયબ કલેકટર કચેરી ખાતે તંત્રને આવેદન પાઠવીને આક્રોશભેર રજૂઆત કરીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે રજુઆત ધ્યાન પૂર્વક સાંભળી અને આવેદનપત્ર સ્વિકારી યોગ્ય કરાવાની ખાત્રી આપવામાં આવી આ આવેદનપત્ર કાર્યક્રમમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ, નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, જયરાજસિંહ મોરી, મુકેશભાઈ જાની, કરીમભાઇ સરવૈયા, પી.ટી.સોલંકી,જેસીંગભાઇ મકવાણા સહિત કોંગ્રેસ આગેવાનો, કાયઁકરો હાજર રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here