અધિકારીએ પાળાને ખુલ્લો કરી નાખતા ફરી વાદ વિવાદો સર્જાયા, શહેરભરમાં રોષ, આગેવાનો અને છ ગામના લોકો પોલીસ મથકે દોડી ગયા

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
સિહોર ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયા બાદ જે વાદ અને વિવાદો થયા તે શમવાનું નામ લેતા નથી છ વર્ષ બાદ શહેરના ગૌતમેશ્વર તળાવમાં નવાનીર આવ્યા અને કુદરતની મહેરબાનીથી ઓવરફ્લો થયું અને બાદમાં જે એક પછી એક ઘટનાઓ બની તે અતિ ચર્ચાઓમાં રહી છે અગાઉ પાળાને ખુલ્લો કરાયા પછી રજૂઆતો અને આવેદનો અપાયા બાદ ગઈકાલે રવિવાર રજાના દિવસે અધિકારી દ્વારા ઉચ્ચ આદેશના પગલે ફરી ગૌતમેશ્વર તળાવનો પાળો ખુલ્લો કરાતા આ મામલે શહેરભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો અને શહેરના પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદી અને મોટા ભાગના નગરસેવકો આગેવાન અગ્રણીઓ અને છ જેટલા ગામના લોકો પોલીસ મથકે દોડી જઇ અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી અને દીપ્તિબેન સહિતના અન્ય વિપક્ષ અને નગરપાલિકાના નગરસેવકો આ મામલે પ્રાંત કચેરી ખાતે દોડી જઇ રજુઆત કરીને અધિકારી સામે રોષ વ્યકત કરી આવેદનપત્ર પાઠવી અને કાર્યવાહીની માંગ કરી હતી જોકે ખુલ્લો કરાયેલા પાળા મામલે નગરપાલિકા ટિમ અને નગરસેવકો શહેરના હિતમાં સ્થળ પર પોહચી પાળાને રીપેરીંગ કરીને ફરી મરામત કરી પાણીને બંધ કર્યું હતું રવિવારના દિવસે આ મામલો શહેરભરમાં ચર્ચાઓમાં રહો હતો મામલે પોલીસ વિભાગને ભારે દોડધામ રહી હતી.