ત્રણેય નગરસેવકો તળાવના બારણાંએ પોહચીને તાદ્રશ્ય મીડિયા સામે બતાવ્યું કે કેટલો પાણીનો વેડફાટ થાય છે બારણા માંથી કેટલું પાણી વેડફાઈ છે.. દીપશંગભાઈ મુકેશ જાની અને ડાયાભાઈ તળાવે પોહચી મીડિયાને વિગતો આપી અને પોતે સાચા છે તે સાબિત કરી બતાવ્યું

દેવરાજ બુધેલીયા
છેલ્લા ત્રણ ચાર દિવસથી સિહોર ગૌતમેશ્વર તળાવના બારણાં મુદ્દે વિવાદ વંડોળે ચડ્યો છે અગાઉ નગરપાલિકાના ત્રણ સભ્યોએ કહ્યું હતું કે ગૌતમેશ્વર તળાવ નહિ ભરાવવા દેવા પાછળ કારસો રચાઈ રહ્યો છે બારણા રીપેરીંગમાં ભષ્ટાચાર થયો છે જેવા ચોંકાવનારા આક્ષેપો થયા હતા ત્યાર બાદ બીજા દિવસે પ્રમુખ અને નગરસેવક વિક્રમ નકુમ મીડિયા સામે આવીને તમામ વાહિયાત વાતો હોવાનું જણાવી કેટલાક નગરસેવકોનું લોકોને ભરમાવવાનું કામ કરતા હોવાનું જણાવી બચાવ કર્યો હતો જે બાબતે આજે ફરી સિહોર નગરપાલિકાના ત્રણેય નગર સેવકો દીપશંગભાઈ રાઠોડ, ડાયાભાઈ અને મુકેશ જાની ફરી મેદાને પડ્યા છે આજે ત્રણેય નગરસેવકો ગૌતમેશ્વર તળાવના દરવાજા સુધી મીડિયાને લઈ જઈને કેટલું પાણી બારણાં માંથી વેફફાઈ રહ્યું છે તે તાદ્રશ્ય કેમેરાની આખે બતાવીને પોતે તમામ કરેલા આક્ષેપોમાં સાચા હોવાની સાબિત કરીને જ્યાં સ્થળ પર જ પ્રમુખ સહિત નગરસેવકો સામે આક્રોશ ઠાલવ્યો હતો મુકેશ જાનીનું કહેવુ હતું કે મહિલા પ્રમુખ લાજવાના બદલે ગાજી રહ્યા છે અગાઉ આવાસ યોજનામાં બચાવમાં ભષ્ટાચાર નહિ થયો હોવાના કહેલું.. પરંતુ શહેરના પ્રત્યેક નાગરિક અને જાહેરમાં લોકોના લોધેલા પૈસા પાછા આપવા પડ્યા તે જગ જાહેર છે અહીં પણ જોઈ શકાય છે કે બારણાં માંથી કેટલા પ્રમાણમાં પાણી જતું રહે છે દીપાભાઈ પણ આક્રોશ ઠાલવીને કેટલાક લોકો હવનમાં હાટકા નાખી રહ્યા છે અને લાજવામાં બદલે ગાજી રહ્યા છે આ આ ગામને મોટું નુકસાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે મામલે બારણાં માંથી પુષ્કળ પાણી વહી રહ્યું છે તે સત્ય છે ત્યારે ડાયાભાઈ રાઠોડ પણ આ મામલે ધુંઆપુઆ થઈ આક્રોશ ઠાલવ્યો હતો અને પ્રમુખ સામે રોષ ઠાલવીને શહેર સાથે પોતાની લાગણી વ્યક્ત કરી હતી..
ત્રણ નગરસેવકોએ કરેલા આક્ષેપો કઈક અંશે સત્ય હોવાની આ તસવીર ચાડી ખાઈ છે
રાજકારણમાં ભાજપ કે કોંગ્રેસ અન્ય પક્ષો આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા હોય છે અને જે બાબતો મીડિયામાં ચમકતી હોઈ છે પરંતુ મીડિયાને કોઈ એક પક્ષ સાથે લેવા દેવા નથી ભાજપને કોંગ્રેસની કાર્યપદ્ધતિથી વાંધો હોય તો કોંગ્રેસને ભાજપની કાર્યપધ્ધતિથી વાંધો હોઈ શકે તે સ્વભાવીક છે કારણ તેમનું ધ્યાન સત્તા તરફનું હોઈ છે પરંતુ મીડિયા હંમેશા સત્યની સાથે હોઈ છે સિહોરના ત્રણ સ્થાનિક નગરસેવકોએ ત્રણ દિવસ પહેલા કહેલું કે તળાવના બારણાં રીપેરીંગ થયા નથી જેમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે બીજા દિવસે બીજા પક્ષા સભ્યો બચાવ કરીને આક્ષેપો ખોટા હોવાનું કહ્યું હતું રાજકારણમાં આ તમામ બાબતો ચાલતી રહેતી હોય છે પરંતુ અહીં પહેલા દિવસે ત્રણેય નગર સેવકોએ કરેલી વાતને આ તસ્વીર બરોબર ચાડી ખાઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here