ગૌતમેશ્વર રોડ પર આવેલ ચેકડેમોમાં ગઈસાંજે એક સાથે અનેક બાળકો ન્હાવા પડ્યા જેમાં દર વર્ષનો ફેઝલ ડૂબતા થોડા સમય માટે ભાગદોડ મચી

સ્થાનિક લોકો મદદ માટે દોડી આવી ડૂબેલા ફેઝલને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવેલ, મુસ્લિમ સમાજમાં ઘેરો શોક

દેવરાજ બુધેલીયા
સિહોર ગૌતમેશ્વર રોડ પર આવેલ ચેકડેમોમાં ગઈકાલે ન્હાવા પડેલા એક માસૂમ દસ વર્ષના બાળકનો ભોગ લેવાયો છે છેલ્લા ઘણા સમયથી સિહોરના સુક્કાભટ્ટ થયેલા ચેકડેમમાં છેલ્લા ભારે વરસાદના કારણે નવાનિરો આવ્યા છે અને જેના કારણે ચેકડેમો પાણીથી ભરાયા છે ગઈસાંજના સમયે ગૌતમેશ્વર રોડ આવેલ ચેકડેમોમાં એક નહિ અનેક બાળકો ન્હાવા માટે પડયા હતા તે દરમિયાન ફેઝલ નામનો દસ વર્ષનો બાળક અચાનક ડૂબવા લાગતા જેમણે પાણીમાં જ થોડી ક્ષણોમાં અંતિમ શ્વાસ લીધા હતા બનાવને લઈ ન્હાવા પડેલા બાળકોએ ફેઝલને બહાર કાઢવા માટે ભારે મહેનત કરી કરીને ફેજલને ચેકડેમમાંથી બહાર કાઢી સ્થાનિક લોકો દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી જ્યાં તબીબે ફેઝલને મૃત જાહેર કરતા ભારે ગમગીની ફેલાઈ હતી મરણજનાર ફેઝલ ફિરોજભાઈ તરકવાડિયા જેઓ ખાટકીવાડ વિસ્તારમાં રહે છે દસ વર્ષના બાળકના મોતથી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ગમગીની ફેલાઈ હતી બાળકનું સિહોર હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું અને બનાવને લઈ સિહોર પોલીસ દ્વારા કેસ કાગળો કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે