
હરેશ પવાર
ગઈકાલે સિહોર માળી પ્લોટ ખાતે સિંહોર જાયન્ટસ ગ્રુપ દ્વારા સંગીત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ સંસ્થાના ૩૯ માં વર્ષ માં અડીખમ સામાજીક સેવાઓ માટે અગ્ર સ્થાને રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા શેક્ષણિક જીવદયા સમાજસેવા અને આરોગ્યલક્ષી કેમ્પો કરી સેવાની એક જ્યોત જલાવી છે સાથે ગઈકાલે સન્માનની અને સંગીત સંધ્યા કાર્યક્રમમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ..ફિલ્મી ગીતોના વોઇસ ઓફ રફી મુકેશ જાની. અને વોઇસ ઓફ લતા દર્શનાબેન ત્રિવેદી એ સુમધુર ગીતોથી ઉપસ્થિત પ્રેક્ષકોના મન ડોલાવી દીધા હતા પોતાના કંઠેના એક એક ગીતો પર તાળીઓનો ગડ-ગડાટ ચાલુ રહ્યો છે ઉપસ્થિત સૌ કોઈને જામી પડી હતી સન્માન કાર્યક્રમ ધોરણ.10.અને 12 ટોચ કક્ષાએ પહોંચેલા વિદ્યાર્થીઓ નું સન્માનિત કરાયા હતા જેમાં સિહોર ની તેજસ્વી અને વાકચટ્ટા ધરાવતી હેતલ પરેશભાઈ ભટ્ટ ધોરણ.12 માં સિહોર કેન્દ્રમાં પ્રથમ સ્થાને આવેલ જેઓની સન્માનીત કરી હતી હેતલે ભટ્ટે જાયન્ટસ ગ્રુપ ની સેવાકીય કાર્ય ને બિરદાવી હતી.