સરસ્વતી સાધના યોજના અંતર્ગત કાર્યક્રમ, મહિલા સાંસદ ભારતીબેનની વિશેષ ઉપસ્થિતિમાં અને આગેવાનીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન

દેવરાજ બુધેલીયા
અપડાઉન કરીને અભ્યાસ કરતા વિધાર્થીઓને સરકાર દ્વારા એક સારો અભિગમ રાખીને સાઈકલો મફત આપવામાં આવે છે સરસ્વતી સાધના અંર્તગત સમગ્ર રાજ્યમાં વિધાર્થીઓને ફ્રી સાઈકલો આપવામાં આવે છે આજે બપોરના સમયે સિહોર શહેરની નામાંકિત સંસ્થા જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કૂલમાં ચાલુ વર્ષમાં અભ્યાસ કરતી ૫૧૧ વિધાર્થિનીઓને ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના શાળા ખાતે વિધાર્થિનીઓને સાઇકલ વિતરણ કરીને મફત આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને મફત સાઇકલ વિતરણને લઈ બહેનો રાજી રાજી થયા હતા અપડાઉન કરતા વિધાર્થીઓને હાશકારો થયો છે અહીં જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, સિહોર નગરપાલિકાના પ્રમુખ દિપ્તિબેન ત્રિવેદી, ગેમાંભાઈ ડાંગર, મહિલા પોલીસ અધિકારી પરમાર આગેવાન મિલન કુવાડિયાની વિશેષ ઉપસ્થિતીમાં ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો તેમજ અન્ય આગેવાનો અને વિધાર્થિનીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here