પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પુડરીકવીજયજી મહારાજ ના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે સેવાધર્મ કાર્યો કરાયા

દેવરાજ બુધેલીયા
સિહોરમાં જૈન શ્વે.મુ.પૂ.સંઘના ઉપક્રમે પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પુંડરિકવિજયજી મહારાજ ના 80 માં જન્મદિનની મંગલમય પ્રવેશ નિમિતે સિહોરમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં બ્લડ ની બોટલોનું દાન કરવામાં આવ્યય હતું. જન્મદિવસ ની ઉત્સવ ના ભાગરૂપે ગુરુભક્ત પરિવાર તરફથી વિવિધ જગ્યાએ અનુકંપા,જીવદયા તેમજ સાધર્મિક ભક્તિની અનોમદના કરવામાં આવી હતી. સિહોર અને ભાવનગર ની સામાજિક સેવાઓ આપતી સંસ્થાઓમાં પરિવારની કીટ, જમણવાર નાસ્તા સહિતના સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ સાથે ભાવનગર પાંજરાપોળ માં પશુઓને ખોળ અને ઘાસનું નીરણ પણ કરવામાં આવ્યું હતું. સેવક સમુદાય દ્વારા મહારાજ સાહેબના જન્મદિવસ ની ધાર્મિક કાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here