ઉપસ્થિત સૌ કોઈ ગરબે ઝૂમયા, અને ગરબાની રમઝટ બોલાવી, આગેવાનો ઉપસ્થિત રહ્યા, ફેમસ ડાન્સ એકેડમીની સુપર્બ આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
ભક્તિ અને શક્તિના સમન્વયનું મહાપર્વ નવરાત્રિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે નવલાં નોરતાંની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી છે સિહોરમાં શેરી અને વિસ્તારોમાં ગરબાં મહોત્સવની ધુમ તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ નવરાત્રીના પર્વમાં ગરબે ઝુમવા થનગની રહેલ યુવાધન પણ નવરાત્રી પર્વને લઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવક-યુવતીઓના ગુ્રપ ગરબાના નીત-નવા સ્ટેપ શીખવા માટે ક્લાસીસમાં જોડાઈ ગયા છે. બીજી તરફ યુવતીઓ ચણીયાચોળી સહિત સાજ-શણગારની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિહોર ટાઉનહોલ ખાતે ફેસમ ડાન્સ એકેડમી દ્વારા નવરાત્રી બીફોર વનડે ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત સૌ કોઈ ઝૂમયા હતા અને હાજર સૌ કોઈએ ગરબાની રમઝટ બોલાવી હતી ઉપસ્થિત સૌ કોઈ ગરબે ઝૂમયા હતા અહીં આગેવાન અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાધન રીતસર હિલોળે ચડ્યું હતું ફેમસ ડાન્સનું નવરાત્રી અગાઉનું શહેરમાં પહેલું આયોજન જબદસ્ત રહ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here