
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસના ભાગરૂપે સિહોર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી થઈ હતી. આ કાર્યક્રમ માં સિહોર શહેર તાલુકાના માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને કઢાવી ને 307 જેટલા કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું અને મહર્ષિ દધિચી દેહદાન/અંગદાન/ચક્ષુદાન 204, લોકો ના સંકલ્પ લીધેલ વ્યક્તિ ઓને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આગેવાન અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા