
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના ખાંભા ગામે આજુબાજુના દસ જેટલા ગામોની જાહેર જનતા માટે સિહોર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ખાંભા ગામની પ્રા.શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવક, સિનિયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્રને લગતા દાખલા, રેશનકાર્ડને લગતી અરજી, આધારકાર્ડ કઢાવવા બાબત, વાત્સલ્યકાર્ડમાં લાભાર્થીઓની નોંધણી, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, આરોગ્ય ચકાસણી, પશુધન આરોગ્ય ચકાસણી સહિતની ચકાસણી કરવામાં આવી હતો. આ કાર્યક્રમમાં ખાંભા સહિતના આજુબાજુ દસ ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.