
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના રબારીકા ગામે આધેડ પર તિક્ષ્ણ હિથયારના ઘા ઝીકી થયેલી હત્યાં સંડોવાયેલા ત્રણ શખ્સો ઝડપાયા બાદ આજે બપોર બાદ રીમાન્ડની માંગ સાથે ત્રણેય શખ્સોને કોર્ટે સમક્ષ કરાયા હતા અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે સિહોર તાલુકાના રબારીકા ગામના વતની અને પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયેલા ભુપતભાઇ અમરજીભાઇ જાની (ઉં.વ.55) દિવાળીના તહેવારો સબબ વતન રબારીકા આવ્યા હતા. દરમ્યાન ભુપતભાઇ અને તેમના રસોયા સુરેશ પંચાલ ભુપતભાઇના ઘરે નિંદ્રાધીન હતા ત્યારે ભુપતભાઇ પર તિક્ષ્ણ હિથયારના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી અજાÎયા શખ્સો નાસી છૂટ્યા હતા.આ ઘટના અંગે હિંમાશુભાઇ ભુપતભાઇ જાની (ઉં.વ.30, રહે અમદાવાદ) એ સિહોર પોલીસ મથકમાં નાેંધાવેલી ફરિયાદના આધારે સિહોર પોલીસ મથકના પોસઇ સોલંકીએ હત્યાનો ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી. જેમાં નરેશ ઉર્ફે લતીક નંદરામ જાળેલા (ઉં.વ.38), શરદ ભીખા બારૈયા (ઉં.વ.23, રે ઃ દેવગાણા) અને રણજીત નંદા સોલંકી (ઉં.વ.23, રે ઃ દેવગાણા)ને ઝડપી લઇ હાથ ધરેલી પુછતાછમાં નરેશ ઉર્ફે લતીક નંદરામ જાળેલાની બહેન સાથે મૃતક ભુપતભાઇના પુત્ર હિમાંશુએ કરેલા પ્રેમલગ્નની દાઝ રાખી ભુપતભાઇની હત્યા કયા¯ની કબુલાત આપી હતી. દરમ્યાનમાં ભુપતભાઇની હત્યામાં ઝડપાયેલા ત્રણેય શખ્સોને રીમાન્ડની માંગ સાથે આજે કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા જેમાં ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હોવાનું જાણવા મળ્યું છે.