ખેડૂતો માટે લડતું કિસાન સંઘ ઉચ્ચકક્ષાએ રજુઆત કરશે

બ્રિજેશ ગૌસ્વામી
ચાલુ વર્ષે સતત વરસાદના કારણે સિહોર પંથકના ઘણા વિસ્તારોમાં પાકને નુકશાન થયું છે તેવા વિસ્તારોના ખેડૂતોને સરકાર પાસે અપેક્ષા હતી કે સરકાર મદદે આવશે અને ખેડૂતોને નુકશાનીના પ્રમાણમાં રાહત પેકેજ જાહેર કરશે. પરંતુ ખેડૂતોની આશા ઠગારી નિવડી છે. આ ગુજરાતની ભાજપ સરકારે તાજેતરમાં જે ૩૯૭૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે. જેમાં ખેડૂતોને હરખાવા જેવુ નથી કારણ કે લાખો રૃપિયાના નુકશાન સામે આ સરકાર વધારામાં વધારે રૂ.૧૩૬૦૦નું વળતર આપશે. આટલી રકમમાં ખેડૂતો કેવી રીતે ઉભા થઈ શકશે. તે એક સવાલ છે ખેડૂત પરિવારોને દુઃખના સમયમાં સરકાર શા માટે મદદ કરતી નથી? તેવું ખેડૂત વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે ખેડૂતો દુઃખી છે જેથી ખેડૂતોને પુરતી મદદ મળવી જોઈએ. દુઃખની વાત તો એ છે કે, સરકારે જે પેકેજ જાહેર કરેલ છે જેમાં ખેડુત દીઠ માત્ર ૧૩૬૦૦ની રકમ મળશે જેમાં પણ સિહોર તાલુકાને બાકાત કરી નાખવામાં આવેલ છે. આ સરકારે સિહોરને અસરગ્રસ્ત માનેલ નથી જેથી ખેડૂતોનું સંગઠન કિસાન સંઘ દ્વારા આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here