શિક્ષણ વિભાગે શાળાઓનો સર્વે કર્યો હોવાની વિગતો, ઓછી સંખ્યા ધરાવતી શાળાના સંચાલકો સાથે તંત્રની બેઠક થવાની પણ વાત ચર્ચામાં, અંતરિયાળ ગામોની શાળાઓ મામલે ઉચ્ચ કક્ષાએથી નિર્ણય કરાશે, સ્થાનિક લેવલની એકાદ દિવસમાં બેઠક મળે તેમાં નિર્ણય લેવાઈ તેવી પણ વાત

હરેશ પવાર
સરકારે તાજેતરમાં 30 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ સિહોર અને તાલુકામાં પણ તંત્ર દ્વારા સર્વે હાથ ધર્યો હતો. જેમાં તાલુકાની ૧૮ થી ૨૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં 30 થી ઓછી સંખ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી આ શાળાઓને મર્જ કરાશે. તાલુકાના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી તેવી શાળાઓ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને નિર્ણય કરાશે તેવું પણ અમારા સહયોગી હરેશ પવારની વિગતો જણાવે છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તાજેતરમાં 30 બાળકોની સંખ્યા ધરાવતી યા તો તેનાથી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને નજીકની શાળામાં મર્જ કરવાના નિર્ણયને લઈ સિહોરના સ્થાનિક શિક્ષણિક વિભાગના વહીવટી તંત્ર દ્વારા તાલુકાના ગામોમાં સર્વે કરાયો હોવાંની પ્રાથમિક વિગતો મળી રહી છે જેમાં ૧૮ થી ૨૦ પ્રાથમિક સ્કૂલો શાળાઓ મર્જ કરવાની કાર્યવાહી ચાલતી હોવાની અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે હરેશ પવારનું વધુમાં કહ્યું હતું કે સરકારની જાહેરાત બાદ છેલ્લા દિવસોથી સ્થાનિક તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો છે જેમાં ૧૮ થી ૨૦ જેટલી શાળાઓ મર્જનો મામલો હાલ પ્રાથમિક રીતે સામે આવ્યો છે અને આ અંગે સ્થાનિક લેવલ પર એક અગત્યની બેઠક પણ અધિકારીઓની મળવાની હોવાનું અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે અને જેમાં સ્થાનિક કક્ષાનો નિર્ણય થવાનો હોવાની પણ વાત સામે આવી છે બીજી તરફ ઓછી સંખ્યા ધરાવતી શાળાઓના બાળકોને નજીકની શાળાઓમાં મર્જ કરવામાં આવે અને સાથે બાળકોના શિક્ષણ એની સલામતી વગેરે બાબતો પણ નોંધનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here