અલગ અલગ ગામોની ૧૮ શાળાઓ મર્જ થશે તેવી પ્રાથમિક જાણકારી

હરેશ પવાર
એક તરફ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ સુદ્રઢ બનાવવાની જરૃરિયાત છે, તેવી સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા ઓછી સંખ્યાના બહાને ઘણીબાધી પ્રાથમિક શાળાઓને તાળા મારવાની તૈયારી થઈ રહી છે. અલબત, સરકારનો આ નિર્ણય રાજ્યવ્યાપી હશે, પરંતુ સિહોર સહિત પંથક અને જિલ્લાઓમાં તેનાથી બાળકોના ઘડતર પર ભારે માઠી અસર પડશે. મળતી પ્રાથમિક વિગતો અને થતી ચર્ચાઓ જાણકારી અનુસાર સિહોર તાલુકામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ ૩૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી ૧૮ થી ૨૦ પ્રાથમિક શાળાઓની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે જે માટે તંત્રની એક બેઠક બાદ અને ઉચ્ચ કક્ષાના આદેશ સ્થાનિક લેવલ પર નિર્ણય લેવાય તેવી પ્રાથમિક જાણકારી મળી છે જોકે શિક્ષણ વિભાગના સુત્રો જણાવે છે કે, હજૂ સુધી કોઈ સૂચના સરકાર માંથી આવી નથી. પરંતુ હિલચાલ શરૂ થઈ છે તો કંઈક તો આયોજન ચોક્કસ હશે જ! તેવો મત શિક્ષણવિદ્દોએ વ્યક્ત કર્યો છે.