શંખનાદના પ્રજાભિમુખ અહેવાલ અને ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટની રજુઆત રંગ લાવી, દરેક ખેડૂતોના ખેતર પર જઈ સર્વે શરૂ કરાયો

સલીમ બરફવાળા
સિહોર તાલુકામાં મકાઈના બિયારણ સામે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે હાલ ધ્રૂપકા અને ખારી ગામોના ખેડૂતોનો મગફળી પાક નિષ્ફળ ગયો જે બાબત સામે આવી છે અને જે સમાચાર શંખનાદમાં પણ પ્રસિદ્ધ થયા હતા અને ખેડૂતોની વેદના તંત્ર અને સરકાર સુધી પોહચાડી હતી જોકે અહીં શંખનાદ સાથે ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રષ્ટની રજૂઆત અને મહેનત રંગ લાવી છે સૌ પ્રથમ ધ્રુપકા ગામે ખેડૂતો દ્વારા આવેલી મકાઈનો પાક નિષફળ ગયો અને ત્રણ જેટલા ખેડૂતો મીડિયા સામે આવ્યા અને સમગ્ર બાબત બહાર આવી ત્યારે સૌ પ્રથમ અહેવાલ શંખનાદ દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો ત્યારે બાદ ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રષ્ટના ઘનશ્યામભાઈ સહિત આગેવાનોએ ખેડૂતોના હિતમાં તાકીદે મગફળી બાબતે રજૂઆતો કરીને વળતર આપવાની માંગ કરી હતી તે અરસામાં ખારી ગામના ખેડૂતોનો મકાઇ પાક નિષફળ ગયાનું સામે આવતા ખેડૂતોને રોવા સિવાય વિકલ્પ બચ્યો ન હતો જોકે ગઈકાલ થી આ મામલે ખેતી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે મદદનીશ ખેતી નિયામકશ્રી, મદદનીશ કૃષિ અધિકારી, કૃષિ નિષ્ણાત (સાયન્ટીસ્ટ), તાલુકા ખેતીવાડી અધિકારીની હાજરીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે દરેક ખેડુતોના ખેતર પર જઈ સાથે સર્વે કરવામાં આવશે નું જાણવા મળ્યું છે