હરેશ પવાર
આજરોજ સિહોર તાલુકા વિધાનસભા મતદાર વિસ્તાર102 પાલીતાણા તેમજ 103 ભાવનગર ગ્રામ્યના ભારતના ચૂંટણીપંચ દ્વારા 1 જાન્યુઆરી 2020 ની લાયકાત ના તારીખ ના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ પૂર્વે E VP ઇલેક્ટ્રોર્સ વેરીફીકેશન પોગ્રામ તા.1.9.19 થી તા.15.10.19 દરમિયાન હાથ ધરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન સર્વે મતદારો નું તથા પરિવારજનો નું મતદારયાદીમા તેમની વિગતો ચકાસણી અને પરમાણિકરણ કરાવે તે મુજબ આયોજન કરવાનું રહે છે આ પ્રોગ્રામ ને વધુ વેગવતો બનાવવા માટે આજરોજ સિહોર સી ડી પી ઓ કચેરી ખાતે આંગણવાડી ના તમામ બહેનો ને જરૂરી તાલીમ સિહોર મામલતદાર ઇન્ચાર્જ શ્રી રણજીતસિંહ મોરી .ના.મામલતદાર. હેમરાજસિંહ વાળા. તેમજ જિલ્લા કક્ષાએ થી ના.માં.બીનાબેન ધાધલિયા .તેમજ ઓપરેટર સંજયભાઈ સરવૈયા. તરફથી જરૂરી માર્ગદર્શન પુરી પાડી તાલીમ આપવામાં આવી તેમજ તાલૂકા પચાયત કચેરી સિહોર ખાતે તમામ તલાટી કમ મંત્રી ઓ ને પણ જરૂરી તાલીમ આપી માર્ગદર્શન સહિત નું આયોજન નાયબ મામલતદાર શ્રી જે.જે.જોષી મતદારયાદી સિહોર તરફ થી કરવામાં આવ્યું હતું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here