જિલ્લા ભાજપના અગ્રણી યુવા નેતા અને મેડિકલ શેત્રે આગવી નામના ધરાવતા હરદેવસિંહ વાળાની મહામંત્રીનું પદ,

દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘની કારોબારી સમિતિની મુદ્દત પુરી થતા તા.૮-૯-૨૦૧૯ ના રોજ ઉસરડ મુકામે જનરલ સાધારણ સભા મળી હતી જેમાં વર્ષ ૨૦-૨૧ માટે નવા કારોબારી સભ્યશ્રીઓની વરણી કરવામાં આવેલ. ત્યારબાદ તા.૧૫-૯-૨૦૧૯ના રોજ નવા હોદ્દેદારોની વરણી કરવા માટે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની વાડી -સિહોર ખાતે કારોબારી સભ્યો તથા (સલાહકાર) સમિતિની બેઠક મળી હતી જે બેઠકમાં સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘના સર્વ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. જેમાં પ્રમુખ દીપસંગભાઈ જી. ચૌહાણ, મહામંત્રી હરદેવસિંહ બી. વાળા, ઉપપ્રમુખ તુલશીભાઈ બી. જાદવ, જનકસિંહ કે. મકવાણા, કરણસિંહ વી. ચૌહાણ, પ્રતાપસિંહ પી. પરમાર. તેમજ ખજાનચી અશોકસિંહ બી. રાઠોડ , સંગઠન મંત્રી બનેસંગભાઈ આર. રાઠોડ, સહમંત્રી હનુભાઈ જે. પરમાર, સંજયસિંહ બી. ચૌહાણ, સંયોજક મહાવીરસિંહ જે. મોરી તેમજ મીડિયા પ્રવક્તા તરીકે જયપાલસિંહ ડી. ચુડાસમાની સલાહકાર સમિતિ તેમજ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here