હરીશ પવાર
સિહોર તાલુકાના દેવગાણા ગામે યોગીશ્રી ગોવર્ધવનનાથજી ચેરીટેબલ ટ્રસ્ટના મહંતશ્રી ભાવનાથજી બાપુ ના આશ્રમ ખાતે તા.૨૫/૮/૨૦૧૯ રોજ રકતદાન શિબિર યોજાઈ જેમાં ૫૫ રકતદાન એ રકતદાન કયુઁ હતું.

આ કાયઁક્રમ ને સફળ બનાવવા ડો.સંજયભાઈ બારૈયા, વેલજીભાઈ બારૈયા,સરપંચ શ્રી ભાવેશભાઈ બારૈયા સભ્ય રમણભાઈ દલપતભાઈ, મધાભાઈ ચૌહાણ, અભેસંગભાઈ ચૌહાણ, અંબારામભાઈ બારૈયા તથા તમામ સેવક ગણ દ્રારા જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવેલ. મહંતશ્રી ભાવનાથજીબાપુ ની સમાજ માટે જનજાગૃતિ રકતદાન કેમ્પ ની કામગીરી બદલ તાલુકા હેલ્થ કચેરી ના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી,તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત,કોકીલાબેન પંડયા(ઈન્ચાર્જ તાલુકા હેલ્થ વીઝીટર)દ્રારા મહંતશ્રી ભાવનાથજી બાપુનું સન્માનપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here