જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરતા ફફડાટ, જિલ્લાના અન્ય 4 સરપંચ, 1 ઉપસરપંચને હોદ્દા પરથી દુર કરાયા

હરેશ પવાર
સિહોર તાલુકા પંચાયતના સભ્ય ક્રિષ્નાબા ભોજરાજસિંહ ગોહિલને પતિ ભોજરાજસિંહ ગોહિલએ સભ્ય પદના હોદ્દાનો દુરઉપયોગ કરીને હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં મેડીકલ ઓફીસર અને સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણાને સહકાર આપવાના બદલે તેઓની સાથે અભદ્ર ભાષા પ્રયોગ કરી, ગેરવર્તુણક કરી, સ્ટાફને અપમાનિત કરી, તેઓની ફરજમાં રૂકાવટ ઉભી કરેલ હતી, સ્ટાફ સાથે અણછજતુ કે ગેરવર્તુણક માનસીક રીતે મેડીકલ સ્ટાફને હાનિ પહોંચાડી હોવાથી હોદ્દા પરથી દુર કર્યા છે.

જિલ્લા વિકાસ અધિકારીએ લાલ આંખ કરતા ખોટુ કરતા સરપંચ, ઉપસરપંચ, સભ્યોમાં ફફડાટ મચી જવા પામેલ છે ત્યારે હજુ તપાસ કરી ખોટુ કરતા હોય તેવા સભ્યો સામે પગલા લેવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. ઉપરાંત જિલ્લાના કેટલાક ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના સભ્ય વગેરે સામે ગઈકાલે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરતા ફફડાટ મચી જવા પામેલ છે. કેટલાક સરપંચ-ઉપસરપંચ, તાલુકા પંચાયતના સભ્યને હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા હતા.

જયારે એક સરપંચને ફરજ મોકુફ કરવામાં આવ્યા હતાં. જિલ્લાના ૪ ગામના સરપંચ અને ૧ ગામના ઉપસરપંચને સભ્યપદના હોદ્દા પરથી આજે મંગળવારે દુર કરવામાં આવ્યા છે, જેમાં તળાજા તાલુકાના સાંખડાસર નં. ર ગામના સરપંચ બાધુબેન જીણાભાઈ ઘોઘારીને પોતાનુ અને તેઓના બે દિયરોના સરકારી પડતર જમીનના અનઅધિકૃત જમીન દબાણ મામલે હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. ગારિયાધાર તાલુકાના પરવડી ગામના સરપંચ અંબાબેન કાનજીભાઈ ખસીયાને વહીવટી, નાણાકીય, અનિયમિતતા, ગેરરીતી બાબતે હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.

ભાવનગર તાલુકાના થોરડી ગામના સરપંચ ઉષાબેન રમેશભાઈ લખાણીને પોતાનુ અનઅધિકૃત જમીન દબાણ અને વહીવટી, નાણાકીય અનિયમિતતા, ગેરરીતી બાબત દુર કરાયા છે. વલભીપુર તાલુકાના હળીયાદ ગામના સરપંચ કાન્તુબેન પ્રવિણભાઈ જાદવને વહીવટી, નાણાકીય, અનિયમિતતા, ગેરરીતી બાબતે દુર કરવામાં આવ્યા છે. તળાજા તાલુકાના મથાવડા ગામના ઉપસરપંચ કનુભાઈ પુનાભાઈ બાંભણીયાને પોતાનુ અનઅધિકૃત જમીન દબાણ બાબત હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. ઘોઘા તાલુકાના છાયા ગામના સરપંચ સુખાભાઈ ખાટાભાઈ ચૌહાણને પોલીસ ફરિયાદ અન્વયે ૧૩ દિવસ પોલીસ કસ્ટડીમાં રહેલ હોવાથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here