
દેવરાજ બુધેલીયા
આજરોજ સિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે બપોરના સમયે સિહોર તાલુકા પંચાયતના ઉ.પ્રમુખ ગોકુળભાઈ આલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી જેમાં વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ થતા વિવિધ અધિકારીશ્રીઓની હાજરીમાં અને તાલુકા પંચયતના સદસ્યોની ઉપસ્થિતમાં સભા મળી હતી જેમાં સિહોર તાલુકાના ગામડાઓના વિકાસ લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ઠરાવ કરવામાં આવ્યા હતા અધ્યક્ષ સ્થાને થી ગોકુળ ભાઈ આલ દ્વારા આવાસ યોજના નવા ગામ તળ, મફત પ્લોટ ફાળવવા, નવું તાલુકા પંચાયત કચેરી નિર્માણ કરવા, પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહી ગયેલ ખેડૂતોને લાભ આપવા મનરેગા યોજનામાં મંજૂરીને વધુ રોજગારી મળે તાલુકાના પ્રાથમિક શાળાના વિધાર્થીઓને સમયસર ચૂકવાઈ શિષ્યવૃત્તિ તેમજ તાલુકા પંચાયતની દીવાલ બનાવવા માટે તથા અદ્યતન પથિકાશ્રમ બનાવવા માટે થતા સિહોર તાલુકાના માર્ગ અને મકાન (સ્ટેટ) થયેલા રોડ રસ્તાઓને સમયસર રીપેરીંગ કરવા માટે સબંધિત જાણ કરવા થતા તાલુકામાં તલાટી મંત્રીઓની ખાલી જગ્યાઓ પુરવા તે માટે સરકારમાં રજૂઆતો કરવા સહિતના પ્રજા લક્ષી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવેલ અહીં તાલુકામાંથી ચૂંટાયેલા સભ્યો સાથે અધિકારીઓ હાજર રહ્યા હતા