કોઈ નિર્દોષના જીવ લેવાઈ તે પહેલા તંત્ર જાગ્યું, ગઈકાલે શંખનાદના અહેવાલ પછી નાયબ કલેકટરશ્રી ગોકલાણીએ તંત્ર વિભાગોને આદેશો કરીને તાકીદે કામ કરવાની સૂચનાઓ આપી

હરેશ પવાર
સિહોર ભાવનગર રોડ તાલુકા પંચાયત કચેરી નજીક મોત સમાન ખાડો આખરે બુરી દઈને જેની કામગીરી શરૂ કરી દેવાઈ છે ભાવનગર રાજકોટ હાઇવે પર સાંજ પડે હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે સિહોર તાલુકા પંચાયત સામે જ હાઇવે પર તંત્ર દ્વારા મોત સમાન ખાડો ખોદાયો હતો જોકે ખોદાયેલ ખાડો એટલો ભયાનક હતો કે નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાય તે પહેલાં તેમની કામગીરી કરવામાં આવે તે આવશ્યક હતી જે અંગે ગઈકાલે શંખનાદ દ્વારા અહેવાલને પ્રસારિત કરાયો હતો તંત્ર સાથે વિપક્ષ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા જોકે સિહોરના પ્રજાભિમુખ અધિકારી નાયબ કલેકટરશ્રી શૈલેષ ગોકલાણીએ તાત્કાલિક હાઇવે પરના રોડની કામગીરી કરવા સૂચના આપી દેવાઈ હતી આજે સવારથી જેતે વિભાગ દ્વારા સિહોર તાલુકા પંચાયત સામેના રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા ખાડાઓ બુરી દીધા છે જેને લઈ વાહન ચાલકોમાં રાહતની લાગણી થઈ છે.