હરીશ પવાર
ભાવનગર જિલ્લા પંચાયત ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.એ.કે.તાવીયાડ જિલ્લાના મેલેરિયા અધિકારી ર્ડો.વી.પી.બોરીચા સા.ની સૂચના થી દર શનિવારે ગ્રામ્ય વિસ્તારની 30 ટીમો ને સિહોર શહેરી વિસ્તારોમાં સર્વેલન્સ કરવામાં આવે છે જેમાં તાલુકાના હેલ્થ ઓફિસર ર્ડો.જયેશભાઈ વનકાનીના માર્ગદર્શન હેઠળ લીલાપીર તરસિંગડા નવાગામ કનિવાવ જલુનોચોક ઘાંચીવાડ ગોહિલનગર પોટરીની ચાલી ગુંડાલા વસાહત. સહિત વિસ્તારમાં ટીમો મોકલવામાં આવી હતી ઘેર ઘેર ફરી ને અગાશી ઉપર થી ટાયરો હટાવ્યા પાણી ના પાત્રો ઢંકાવ્યા હતા અને પોરા જોવા મળ્યા ત્યાં પાણી ને હટાવવા માં આવેલ અને મચ્છર નો ઉપદ્રવ થતા અટકાવવા પ્રયાસ કર્યો હતા.જે અંગે આજરોજ આ કામગીરી ની મુલાકાત જિલ્લા મેલેરિયા અધિકારી ર્ડો.વી.પી.બોરીચા.લાયજન કુ. સરોજબેન ઝાલા.દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ ઝૂંબેશ તપાસ હાથ ધરાઇ હતી.અને લોક આગેવાનો ને મળી જૂથ ચર્ચા કરી હતી અને માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવેલ.અને નવરાત્રી.મસ્જીદ મંદિર માં જઇ પ્રચાર પ્રસાર કરવામાં આવેલ
આ કામગીરીમાં હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડીત અર્બનના સાજનભાઈ.દીપકભાઈનાથાની.સુપરવાઈઝર કિરણસિંહ હાડા રામદેવસિંહ ચુડાસમાં રાહુલભાઈ રમના ગણપતભાઈ ભીલ રાજદીપસિંહ ગોહિલ તેમજ ટાણા મઢડા ઉસરડ સણોસરા સોનગઢ નો સ્ટાફ જોડાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here