
હરીશ પવાર
સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવતીકાલ અને મંગળવારે દશેરા મહોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાશે. જેમાં સવારે 8 :30 કલાકે દરબારગઢ, જૂની મામલતદાર કચેરી, સિહોર ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી ટાઉનહોલ જશે.જયાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવશે. શસ્ત્રપૂજન બાદ સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમ માટે ક્ષત્રિય સમાજના દરેક ભાઇઓને તલવાર અને સાફામાં સજજ થઇ સવારે 8:30 કલાકે ચામુંડા માતાજીના મંદિરે પધારવા સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો ,રાજકીય આગેવાનો અને ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.