
દેવરાજ બુધેલીયા
સિહોર નંદલાલ મૂળજી ભુતા ખાતે સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતવાળા દર્દીઓ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રીરોગ, બાળરોગ, ઓર્થોપેડીક વિભાગ, ફિઝીશીયન વિભાગ, સર્જરી વિભાગ, દાંત વિભાગ અને જનરલ પ્રેક્ટીશનર વિભાગ સહિતના વિવિધ વિભાગ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવાઓ તથા સ્થળ પર જ દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં સિહોર અને આસપાસના મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.