કર્મચારીનું આટલું ગેરવર્તન કેમ: અગ્રણી આગેવાન પત્રકાર હરેશ પવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરશે

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના શિખાઉં કર્મચારીના લીધે અરજદાર ને ધર્મ ધક્કા રહે છે. નગરપાલિકા માં જન્મ મરણ નોંધણી વિભાગના કર્મચારી ની તો ભારે મનમાની ની વાતો અરજદારો માં કકળાટ રૂપે બહાર આવી છે. અહીં આવતા અરજદારો સાથે મન ફાવે તેવું તોછડું વર્તન એવું તો કરે છે..જે જાણે મુખ્યમંત્રી સાથે સીધા સંપર્કો ધરાવતા હોય તેમ રોફ કરીને અરજદારોને હેરાન પરેશાન કરી નાખે છે આટલો રોપ તો આઈએએસ કે આઇપીએસ અધિકારી પણ કોઈ દિવસ નથી પબ્લિક કે આમ જનતા સાથે નહીં કરતા..અહીં આવતા અરજદારો ને યેનકેન પ્રકારે હેરાન કરીને વારંવાર ધક્કા ખાવા માટે મજબૂર કરે છે. તો આવા કર્મચારીઓ ને કઈ ભાઈ આ જે અરજદારો ને તું ધક્કા ખવરાવી ને હેરાન કરે છો ને એ જે ટેક્સ ભરે છે ને ત્યારે તમારો પગાર થાય છે. ભાઈ તમે જે ખુરશી એ બેઠા છો ને તે લોકોની સેવા માટે બેસાડ્યા છે સેવા કરો સાહેબ તો સારૂ. આ સમગ્ર ઘટનાને લઈને સિહોરના અગ્રણી કાર્યકર હરેશ પવાર દ્વારા ઉચ્ચ કક્ષાએ પગલાં ભરવા રજૂઆતો કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here